અંકલેશ્વરમાં મતદાર જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારો પોતાનાં મતદાન અધિકારનો ઉપયોગ કરે એવાં શુભ હેતુસર જનજાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ, જિલ્લા શિક્ષણધિકારીશ્રીની કચેરી, ભરૂચ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલીનાં પ્રસ્થાન પૂર્વે ગજેન્દ્ર પટેલ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર રાજન વસાવાની ઉપસ્થિતિમાં આ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઈક રેલવે સ્ટેશન, ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા થઈ ભરૂચી નાકા ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં શિક્ષકોએ જોડાઈને પ્લે કાર્ડ તથા સૂત્રોચાર દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
