સાયબર ફ્રોડ ગુનાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
સાયબર ફ્રોડ ગુનાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ (ai genereted)
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧.  સોનગઢ પોલીસ સ્ટેશનમા સાયબર ફ્રોડનો ગુનો તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ. જે અનુસાર આરોપીઓએ ગઇ તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા. ૨૬/૧૨/૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને લોન આપવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જ પેટે ઓનલાઇન અલગ-અલગ સ્કેનર મોકલી ફરીયાદી પાસેથી રૂ.૩૨,૩૦૦/-પડાવી લઇ ગુનાહિત કાવતરૂ રચી છેતરપીંડી કરી સાયબર ફ્રોડનો ગુનો કરેલ હોય, જે ગુનાને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલા એ સુચના આપેલ હોય તે આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ એ ટેકનિકલ સર્વલન્સ આધારે જરૂરી માહિતી મેળવી આરોપી નિતીનકુમાર મહેન્દ્રભાઇ મકવાણા ઉ.વ.૩૪ ધંધો.ફેબ્રીકેશન હાલ રહે.રૂમ નં.૫૩ રવિપાર્ક સોસાયટી, પાણીની ટાંકીની સામે, નાના વરાછા, સુરત શહેર મુળ રહે.બિલખા, તા.વિસાવદર જી.જુનાગઢ નાની પુછપરછ કરતા ફરિયાદી સાથે લોન આપવા બાબતે ફોનમાં વાત કરી ક્યુ.આર. કોડ મારફતે પૈસા નખાવી ફરિયાદીના રૂપિયા મેળવી પરત ન આપી ગુનો કરેલ હોય. આરોપીની ગુનાનાં કામે ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) નિતીનકુમાર મહેન્દ્રભાઇ મકવાણા ઉ.વ.૩૪ ધંધો.ફેબ્રીકેશન હાલ રહે.રૂમ નં.૫૩ રવિપાર્ક સોસાયટી, પાણીની ટાંકીની સામે, નાના વરાછા, સુરત શહેર મુળ રહે.બિલખા, તા.વિસાવદર જી.જુનાગઢ

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત:-

(૧) સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૬૦૦૩૩/૨૦૨૫ આઇ.પી.સી કલમ-૪૨૦,૧૨૦(બી) તથા આઇ.ટી.એકટ ૨૦૦૮ ની કલમ-૬૬(ડી) મુજબ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન.

2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન.

3) એ.એસ.આઈ. માર્મિકભાઇ હરેશભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.

4) આ.પો.કો. ભેરાભાઇ ચાંપાભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.

5) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *