પ્રાકૃતિક વૈભવ વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

આંબાપાણી અને પદમડુંગરી ખાતે વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કર્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૧. :- ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોની સાથે જિલ્લાના પ્રખ્યાત આઇકોનિક પર્યટન સ્થળ આંબાપાણી અને પદમડુંગરી ઇકોટુરિઝમ સાઇટ ખાતે વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.
પ્રકૃતિના રમણીય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમોમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને યોગપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને યોગને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે યોગ ટ્રેનર્સ તથા યોગ શિક્ષકો દ્વારા યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, તણાવમુક્તિ અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન મળે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
