રોટરી વિમેન એમ્પાવરમેન્ટ સેન્ટર અંકલેશ્વર દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. મહિલા સશક્તિકરણ તથા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનાં હેતુસર કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પરમેનન્ટ પ્રોજેક્ટ એવાં વિમેન એમ્પાર્ટમેન્ટ સેન્ટર, અંકલેશ્વર ખાતે સિલાઈ કામની તાલીમ પૂર્ણ કરેલ 87 જેટલી વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ બીઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનાં સીઈઓ ભૂપેન્દ્ર દલવાડી, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ મનોજ પટેલ, અતુલ અગ્રવાલ, આશિષ ગુર્જર, હર્ષ શાહ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડેન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, પાસ્ટ પ્રેસિડન્ટ સુનીલ નેવે, પ્રતીક માવાણી, મનીષ શાહ, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, પ્રોજેક્ટ ચેર મીરાંબેન પંજવાણી, કાર્યક્રમ સંયોજક પૂજા કાયસ્થની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં વિદ્યાર્થીનીઓને સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરી આર્થિક રીતે સ્વાવલંબી બનવા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
