માંડવીના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજે કરી દશેરા મહોત્સવની ઉજવણી : શસ્ત્ર સાથે શાસ્ત્ર પૂજન કરાયું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, માંડવી) : તા: ૨૫: સુરત જિલ્લાના માંડવી નગરના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા સાથે દશેરા પર્વની ઉજવણી કરવામા આવી હતી.
ખેંગાર ફળિયામા માતાજીના મંદિર પટાંગણમા સમાજના વડીલો, પૂર્વ હોદ્દેદારો, સંનિષ્ઠ કાર્યકરો, અને સમાજ બંધુ-ભગિનીઓની ઉપસ્થિતિમા યોજાયેલા કાર્યક્રમમા પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ખેંગાર (બૈજુભાઈ) એ સૌને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી શસ્ત્ર અને શાસ્ત્રનુ પૂજનનો મહિમા વર્ણવ્યો હતો.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે માતાજીની સાક્ષીએ સમાજના ગોર બાપાએ શસ્ત્ર પૂજન કરાવ્યુ હતું. નવ નવ દિવસની માતાજીની ભક્તિ, આરાધના બાદ આઠમ, નોમ ની વિશેષ પૂજા અર્ચના બાદ દશેરા પર્વે સમાજના વડીલો, મહાનુભાવોની હાજરીમા દશેરા પર્વનુ સ્નેહમિલન યોજાયુ હતુ.
કાર્યક્રમમાં સમાજના ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ ઠાકોરસિંહ ખેંગાર તથા મંત્રી શ્રી જયેશસિંહ છગનસિંહ ખેંગાર તથા તેમની ટિમે આનુષંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી.
–
