માંગરોળના વેરાવી ગામે ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

0
IMG-20200816-WA0051
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): આજરોજ સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વેરાવી ગામે પર્યાવરણ શુદ્ધ રહે,વરસાદ સારો થાય અને ગામની શોભા વધે એ હેતુથી ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનરેગા યોજના હેઠળ ગામમાં વૃક્ષારોપણ માટે રોપાઓ આપવામાં આવ્યા હતાં.ત્યારે ગામના લોકોએ આજરોજ ભેગાં મળી વૃક્ષારોપણની કામગીરી હાથ ધરાઇ હતી.ગામનાં યુવાનો સહિત મહિલાઓ,વડીલોએ પણ આ કામગીરીમાં ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો.આ ઉપરાંત વૃક્ષારોપણ કરેલાં છોડને પશુઓથી રક્ષણ મળે એ માટે ગ્રામજનો દ્વારા કાંટાળી વાડની પણ કામગીરી કરવામાં આવી હતી.લીમડો,સીતાફળ,નીલગીરીનાં સહિતના 3000 જેટલાં રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other