વ્યારા, ઉચ્છલ અને નિઝર સહિતના તમામ તાલુકાઓમાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત શ્રમદાન કરાયું

ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાને જાહેર પરિસરો, રસ્તાઓની સામુહિક સફાઈ કરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.15 :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” અંતર્ગત ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા પ્રવૃત્તિઓ વેગવંતી બની છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર શ્રમદાન કરીને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનું પ્રશંસનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અભિયાનની ઉજવણીના ભાગરૂપે વ્યારા તાલુકાના ખોળતળાવ ગામે સ્થાનિક તળાવની આસપાસ એકત્ર થયેલા કચરાનો નિકાલ કરીને સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ જ રીતે, નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે ગ્રામજનોએ એકઠા થઈને ગામની પાણીની ટાંકીની આસપાસ તેમજ મુખ્ય રસ્તાઓની બંને બાજુએ સઘન સફાઈ ઝુંબેશ ચલાવી હતી. આ ઉપરાંત, ઉચ્છલ તાલુકાના જામકી ગામે પણ જનભાગીદારી દ્વારા દૂધની ડેરીની આજુબાજુના પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યું હતું.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
