સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. ગઇ તા.૧૪/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી જે.બી. આહિર, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અન્ય પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકી તપાસ તજવીજમા, પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ પાસેથી સોનગઢમા નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- યાસીર જલાલુદ્દીન શેખ ઉ.વ. ૪૦ રહે.૪૦૧, ખુશ્બુ એપાર્ટમેન્ટ, ૨-૩૧૪૪-૬ પાહાડખાન, સ્ટ્રીટ સંગરામપુરા સુરત શહેર ને પકડી પાડી આરોપીના કબ્જામાંથી ઓપ્પો કંપનીનો મોબાઇલ નંગ- ૧ કિમત રૂ. ૫૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, ઇન્ચાર્જ એલ.સી.બી. તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, નોકરી એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ નોકરી પેરોલ ફર્લો સ્કોડ, તાપીએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
