છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસ મહારાષ્ટ્રમાંથી પકડી લાવી

0
IMG-20200816-WA0044
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  નિઝર પોલીસ મથકે નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપી દાદાભાઇ સુભાષભાઇ સોનવણે રહે. લોજા (સાયગવાણ) તા. ચાલીસગાવ જી.જલગાવ મહારાષ્ટ્ર નાનો નાસતો ફરતો આરોપી હોય જે આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક સાહેબશ્રી તાપીની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપી પકડવાની ટીમ બનાવવામાં આવેલ જેમાં હે.કો. નવરાજસિંહ જોરસિંહ તથા પો.કો. જયેશભાઇ બલીરામ તથા પો.કો. પંકજભાઇ અર્જુનભાઇની ટીમ બનાવી તેઓને આરોપીની તપાસમાં મહારાષ્ટ્રના જલગાવ જીલ્લાના ચાલીસગાવ તાલુકાના લોજા ( સાયગવાણ ) ગામે રવાના કરવામા આવેલી. આ ટીમના પોલીસ જવાનોએ આરોપી ઓમકુમાર ઉર્ફે દાદાભાઇ સુભાષભાઇ સોનવણેનાને તેના ઘરેથી પકડી પાડી ગુનાના કામે અટકાયત માટે આરોપીને નિઝર પોલીસ સ્ટેશનમાં સોપેલ છે .

આમ છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ઓમકુમાર ઉર્ફે દાદાભાઇ સુભાષભાઇ સોનવણે રહે લોજા ( સાયગવાણ , તા . ચાલીસગાવ જી.જલગાવ મહારાષ્ટ્રનાને પોલીસ ટીમના માણસો પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other