આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંગે તાપી કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

0
આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંગે તાપી કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૫ :- તાપી જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના આકાંક્ષી બ્લોક તરીકે સમાવિષ્ટ નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં વિવિધ વિકાસલક્ષી માપદંડો હેઠળ થઈ રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, પીવાનું પાણી, બેન્કિંગ સેવાઓ, આવાસ તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં થયેલી કામગીરી અને નોંધાયેલી પ્રગતિ અંગે વિભાગીય અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.

 

આ પ્રસંગે કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ પરિણામલક્ષી અભિગમ અપનાવી કામગીરી કરવા તેમજ આકાંક્ષી બ્લોક કાર્યક્રમના વિવિધ સૂચકાંકોમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલિત પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી.

 

વધુમાં તેમણે નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં વિકાસના માપદંડોમાં સતત સુધારો થાય અને બંને તાલુકાઓ આકાંક્ષી બ્લોક કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે તમામ વિભાગોએ સંકલન સાધી કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો.

 

બેઠકમાં સંબંધિત વિભાગોના જિલ્લા અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *