માંગરોળનાં ઝંખવાવ ગામે રાત્રીનાં હાઈવા ટ્રકે વીજ લાઈનનાં ચાર પોલ જમીન દોસ્ત કરી દેતાં અંધારપટ

0
20200811_115514
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે ગત રાત્રી દરમિયાન એક હાઈવાનાં ચાલકે ચારરસ્તા નજીક પાસેથી પસાર થતી વીજલાઈન સાથે અથડાતાં એકીસાથે ચારપોલ જમીનદોસ્ત કરી દેતાં સમગ્ર ઝંખવાવ ગામનો વીજપુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણ DGVCL ની માંગરોળ કચેરીને કરવામાં આવતાં DGVCL નો ઝંખવાવ ખાતે પોહચી ગયો હતો અને જમીનદોસ્ત થયેલા વીજપોલનાં રેસા કાપી જે વિસ્તારનો વીજપુરવઠો શરૂ થઈ શકે એમ હોય તે વિસ્તારમાં વીજપુરવઠો શરૂ કરી દીધો હતો. આજે વહેલી સવારથી જ DGVCL નો સ્ટાફ ઝંખવાવ ગામે પોહચી ગયો હતો અને વીજપોલો ઉભા કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *