વાલોડના બુહારી ગામે વાડી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
વાલોડના બુહારી ગામે વાડી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા ૧૨ જેટલા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. ગઇ તા.૦૫/૦૯/૨૦૨૬ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવા પ્રયત્નોમા હતા, તે દરમ્યાન અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ વાલોડ તાલુકાના બુહારી ગામના વાડી ફળીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક લોકો ગંજીપાનાનો જુગાર રમે છે ” જે બાતમી આધારે પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપીએ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૦૧) જયેશભાઇ ભગવાનદાસ પટેલ ઉ.વ.-૩૮ રહેવાસી બલ્લુ પાટ ફળીયુ બુહારી ગામ તા.વાલોડ (૦૨) અમિતકુમાર ઇશ્વરભાઇ પ્રજાપતિ ઉ.વ.-૪૦ રહેવાસી, બુહારી જુના કુંભારવાડ તા.વાલોડ જી.તાપી (૦૩) અંકિત અમરતભાઇ ભંડારી ઉ.વ.-૩૪ રહેવાસી બુહારી ગામ તળાવ ફળીયુ તા.વાલોડ જી.તાપી (૦૪) વિપુલભાઇ ઠાકોરભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહેવાસી બુહારી ગામ વાડી ફળીયુ તા.વાલોડ જી.તાપી (૦૫) રોનીતભાઇ રાકેશભાઇ રાઠોડ ઉ.વ.-૩૦ રહેવાસી બુહારી ગામ વાડી ફળીયુ તા.વાલોડ જી.તાપી (૦૬) ચેતનકુમાર દિપકભાઇ રાઠોડ ઉ.વ.-૨૭ રહેવાસી બુહારી ગામ જીન ફળીયુ તા.વાલોડ જી.તાપી (૦૭) અજયભાઇ સુરેશભાઇ ગામીત ઉ.વ.-૨૪ રહેવાસી ભાગલપુર નિશાળ ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૦૮) રોહિતકુમાર ઇશ્વરભાઇ નાયકા ઉ.વ.-૩૪ રહેવાસી પેલાડબુહારી ગામ નિશાળ ફળીયુ તા.વાલોડ જી તાપી (૦૯) ચેતનભાઇ ભરતભાઇ પટેલ ઉ.વ.-૩૪ રહેવાસી સિંધાઇ ગામ હોળીમોરા ફળીયુ તા.વાસંદા જી.નવસારી (૧૦) મોઇન રફિકભાઇ મેમણ ઉ.વ.-૪૯ રહેવાસી બુહારી ગામ જીન ફળીયુ તા.વાલોડ જી. તાપી (૧૧) દિપકભાઇ શામજીભાઇ ગામીત ઉ.વ.-૪૨ રહેવાસી ભાગલપુર ગામ નિશાળ ફળીયુ તા.ડોલવણ (૧૨) નિતેશભાઇ ગુરજીભાઇ ગામીત ઉ.વ.-૪૪ રહેવાસી ભાગલપુર ગામ તા.ડોલવણ જી તાપી વગર પાસ પરમીટે પૈસા વતી ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા તેઓની અંગ ઝડતીમાંથી કુલ્લે રોકડા રૂપિયા ૨૪૪૪૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા ૯૭૧૦/- મળી કુલ્લે રૂપિયા ૩૪૧૫૦/-તેમજ મોબાઇલ ફોન નંગ-૧૨ કિંમત રૂપિયા ૨૧૫૦૦/- તેમજ તેમજ ગંજી પાના છુટા નંગ પ૨ તથા ડબલના બોક્ષ નંગ ૦૩માં ૦૬ સેટ કેટ મળી કુલ કેટ નંગ ૦૭ મળી કુલ્લે રૂપિયા ૫૫,૬૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તથા એ.એસ.આઈ. બિપીનભાઈ રમેશભાઈ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ ચૌધરી, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, હે.કો. શૈલેષભાઇ રમેશભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *