વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે “જનજાતિય, સંસ્કૃતિ અને વિકાસ” વિષય પર એકદિવસીય સેમિનાર

0
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત"જનજાતિય, સંસ્કૃતિ અને વિકાસ" વિષય પર એકદિવસીય સેમિનાર
Contact News Publisher

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૩. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનાં મહાત્મા ગાંધી ગ્રામીણ અભ્યાસ વિભાગ ખાતે જનજાતિય સંસ્કૃતિ, અસ્તિત્વ અને વિકાસ’ વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાનો સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થયો.  રાષ્ટ્રીય સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, તેમના પરંપરાગત મૂલ્યોનું જતન અને આધુનિક યુગમાં ટકાઉ વિકાસના વિવિધ પાસાંઓ પર વિચાર-વિમર્શ કરવાનો હતો.

 

         કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલગુરૂ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલગુરૂ ડૉ.મધુકર પાડવી ઉપસ્થિત રહી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિતરહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં વિશ્વ વિદ્યાલયનાં કુલસચિવ   ડૉ.રમેશદાન ગઢવી, મુખ્ય વક્તા શ્રી વૈભવ સુરંગે, ગ્રામીણ અભ્યાસ વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. દિલીપભાઈ શાહ, બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં માનનીય શ્રી સંજય ગજીવાલા મંચ પર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

 

         સેમિનારમાં યુનિવર્સિટીનાં કુલગુરુ માનનીય ડૉ.કિશોરસિહ ચાવડા સાહેબશ્રીએ લોક, પરંપરા, ભાષા, બોલી, પહેરવેશ, કલા હુન્નર જેવા મુદ્ધાઓ શિક્ષણ અને સંશોધન દ્વારા જનજાતિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીઓની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્ય વક્તા શ્રી વૈભવ સુરંગેએ આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તેમની ભૂમિકા પર પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જનજાતિ સંસ્કૃતિ, પર્યાવરણ સાથે તેમનો સમન્વય, અને વિકાસની મુખ્ય ધારામાં તેમના યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જનજાતિઓની આધ્યાત્મિક પરંપરાનાં ભાગરૂપે ‘ટ્રાયબલ સ્ટડી’નાં વિદ્યાર્થીઓ “ખૂટીયાદેવ”ની પૂજાવિધિ વિશે નિદર્શન કરવામાં આવી હતી.


         આ સમગ્ર સેમિનારનું સુચારૂ આયોજન વિભાગીય વડા ડૉ. દીપકભાઈ ભોયેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ. સેમિનારના સહ-સંયોજક ડૉ. શ્રીધર નીમાવતે નિભાવી હતી. આ વિભાગના પ્રાધ્યાપકગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે પોત-પોતાનુ યોગદાન આપ્યુ હતુ. આ એકદિવસીય સેમિનારમાં યુનિવર્સિટી પરિસરના વિવિધ અનુસ્નાતક વિભાગોમાંથી ૨૫૦થી વધુ  વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને સંસ્કૃતિ-વિકાસના સેતુ સમાન રહ્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *