રોટરી વ્યારા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

0
રોટરી વ્યારા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩. રોટરી પરિવાર વ્યારા દ્વારા નગરના વોર્ડ નં. 1 – સિંગી ફળિયામાં શ્રી અષ્ટમૂર્તિ ગણેશ મંડળ, પ્રાથમિક શાળાની સામે અને નાળુ ફળિયામાં શ્રી N. F. કા રાજા ગણેશ મંડળ, કાકરાપાળ રોડ, કણઝા ફાટક પાસે – બે ગણેશ મંડળના આયોજકો દ્વારા ભક્તિ સાથે સેવાનો એક અનોખો સંગમ જોવા મળ્યો. રોટરી ક્લબ વ્યારા અને રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તા. 22-9-2026 ના મંગળવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના સહયોગથી એક અનોખા સેવા યજ્ઞ – વિના મૂલ્યે નેત્રયજ્ઞનું બીડું બન્ને ગણેશ મંડળના આયોજકોએ ઉઠાવ્યું અને સુપેરે પાર પાડ્યું હતું. આંખની તપાસ માટે રોટરી આઈ, નવસારીના સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ વિશાલ સવનિયા, સ્મિત ઉચાબેડીયા નાળુ ફળિયા મુકામે અને સિંગી ફળિયામાં સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ હર્ષ મિસ્ત્રી અને અની આહિર સાથે સહિત ટેક્નિશ્યનોની ટીમ હાજર રહી હતી.

બન્ને કેમ્પમાં સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી લાભાર્થીઓની વિવિધ પ્રકારે ઝીણવટભરી આંખોની તપાસ કરી નજીકની અને દૂરની દ્રષ્ટીની સમસ્યાઓનું નિદાન કરી, ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં નાળુ ફળિયાના – ગણેશ મંડપમાં 77 લાભાર્થી નોંધાયા – તે પૈકી 7 લાભાર્થીઓને વધુ તપાસ માટે રોટરી આઇ, નવસારી ખાતે રિફર કરવામાં આવ્યા, 12 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું અને 21 લાભાર્થીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા. બીજા કેમ્પમાં સિંગી ફળિયા ગણેશ મંડપમાં 162 લાભાર્થી નોંધાયા – 31 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું, અને 82 લાભાર્થીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા. એકંદરે બન્ને કેમ્પ મળી કુલ્લે 239 લાભાર્થીઓએ ચક્ષુ નિદાનનો લાભ લીધો અને 43 લાભાર્થીઓને વિના મૂલ્યે મોતિયાના ઓપરેશનનો લાભ મળશે અને 93 લાભાર્થીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા. ઓપરેશનના લાભાર્થીઓને તા. 28-9-26 ને સોમવારે અને તા. 30-9-26 ને બુધવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી ખાતે બે ભાગમાં લઈ જવામાં આવશે. દરેક લાભાર્થીને સાથે એક વ્યક્તિ લઈ જઈ શકશે. નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન – રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. કેમ્પમાં આવેલ રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટ અને ટેક્નિશ્યનોની ટીમ માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા બન્ને ગણેશ મંડળના આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

કેમ્પના આયોજન માટે રોટરી પ્રમુખ – કમલ ભાવસાર, પ્રોજેકટ ચેર – નિલેષ સોની, રોટરી વ્યારા ચેરીટેબલના પ્રમુખ – સમીર વાણી અને સભ્યો કલ્પેશ પારેખ, રાજૂ શેઠ, આશિષ મહેશ્વરી, નીતા પારેખ, રચના પટેલ, જનક શાહ, માજી પ્રમુખ ઋજુતા ગાંધી, રિપેશ ગામિત, મિતલ પટેલ, ગૌરાંગ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા માટે બન્ને ગણેશ મંડળના સ્વયંસેવકો (1) નાળુ ફળિયામાં શ્રી N. F. કા રાજા ગણેશ મંડળના એડ. પ્રિન્સ ચૌહાણ, અનિકેત ગામિત અને મંડળના સભ્યો, તેમજ (2) સિંગી ફળિયામાં શ્રી અષ્ટમૂર્તિ ગણેશ મંડળના આકાશભાઈ, સંકેત ગામિત અને રાહુલભાઈ અને મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આવનારી તા. 24-9-26 ના રોજ માળીવાડ – ગુજરાત ગણેશ મંડળ ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ – કમલ ભાવસારની અપીલ છે કે માળીવાડ વિસ્તારના પ્રજાજનો અને વ્યારાના નગરજનો તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામ્યજનો પણ આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *