રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતનો ૨૪ સપ્ટેમ્બરે તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કુકરમુંડામાં આયોજિત ‘મહા આરોગ્ય મહોત્સવ’ તથા નિઝર અને ઉચ્છલ તાલુકામાં પીએમ જનમન અંતર્ગત મંજૂર મલ્ટી પર્પઝ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ સી. ગામીત તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૦૦ કલાકે આઈ.ટી.આઈ. ગ્રાઉન્ડ, કુલવાડી, કુકરમુંડા ખાતે ‘મહા આરોગ્ય મહોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૨.૦૦ કલાકે નિઝર તાલુકાના ખેરવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન’ (PM-JANMAN) અંતર્ગત મંજૂર થયેલ મલ્ટી પર્પઝ સેન્ટર (MPC)ના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ બપોરે ૩.૦૦ કલાકે ઉચ્છલ તાલુકાના નારણપુરા ખાતે તથા સાંજે ૪.૦૦ કલાકે જામલી ખાતે PM-JANMAN અંતર્ગત મંજૂર થયેલ મલ્ટી પર્પઝ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમોમાં પણ મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
