તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત સફાઈ ઝુંબેશ યોજાઈ

કુકરમુંડાના ફુલવાડી અને ઉચ્છલના જામણે ગામે જાહેર સ્થળોની સાફ-સફાઈ કરાઈ
—
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૧૧ :- તાપી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” તથા “સ્વચ્છતા સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક ધોરણે થીમ આધારિત સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
જેમાં કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામ પંચાયત વિસ્તાર તેમજ આસપાસના જાહેર સ્થળો પર સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિશેષ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં ગ્રામજનો અને સ્થાનિક કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું.
આ ઉપરાંત, ઉચ્છલ તાલુકાના જામણે ગામે આંગણવાડી કેન્દ્ર અને આજુબાજુના જાહેર વિસ્તારોમાં આંગણવાડી બહેનો તથા ગ્રામજનો દ્વારા સામુહિક સાફસફાઈ કરાઈ હતી. આ સાથે જાહેર સ્થળો, આંગણવાડી પરિસર અને રસ્તાઓ પરથી કચરો દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં સફાઈ અભિયાન વેગવાન રીતે ચાલી રહ્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
