તાપી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે જિલ્લા-તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

સવારે ૧૦:૩૦ વાગ્યે તમામ તાલુકા મામલતદાર કચેરી ખાતે ‘તાલુકા સ્વાગત’ યોજાશે

‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ બપોરે ૩:૩૦ વાગ્યે કલેક્ટર કચેરી ખાતે યોજાશે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧ :- તાપી જિલ્લામાં નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી તથા સકારાત્મક નિકાલ માટે કાર્યરત ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ આગામી તા. ૨૫.૦૮.૨૦૨૬ ને મંગળવારના રોજ તાલુકા અને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.

 

તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે, જેમાં સ્થાનિક કક્ષાના પ્રશ્નો સાંભળી નિકાલ કરવામાં આવશે. જ્યારે જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને એ જ દિવસે બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી, તાપી ખાતે યોજાશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *