તાપી જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે માટે સર્વેયરોની ભરતી

0
તાપી જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે માટે સર્વેયરોની ભરતી
Contact News Publisher

૧૬ ઓગસ્ટથી સર્વેનો પ્રારંભ; કોઈ વયમર્યાદા કે શૈક્ષણિક લાયકાતની શરત નહીં

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા10. તાપી જિલ્લામાં આગામી તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬થી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થનાર છે. આ સર્વે અંતર્ગત ખેડૂતોના ખેતરમાં થયેલા પાકના વાવેતરની માહિતી એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશન મારફતે જીપીએસ આધારિત ફોટોગ્રાફ સાથે એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લામાં સર્વેયરોની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા નાગરિકોને સર્વેયર તરીકે જોડાવા જિલ્લા ખેતી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સર્વેયર દ્વારા કરવામાં આવતા દરેક સર્વે માટે એક પાકના સર્વે બદલ રૂ. ૧૦ તથા એકથી વધુ પાકના સર્વે બદલ રૂ. ૧૨ મુજબનું મહેનતાણું સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ કામગીરી માટે કોઈ વયમર્યાદા કે શૈક્ષણિક લાયકાતની શરત રાખવામાં આવી નથી. માત્ર અરજદારને એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ આવડતો હોવો જરૂરી છે. નોંધનીય છે કે આ ડિજિટલ ક્રોપ સર્વે ઇન્ટરનેટ વિના પણ કરી શકાય છે.

જિલ્લાના યુવાનો, ખેડૂતો તેમજ રસ ધરાવતા નાગરિકોને આ તકનો લાભ લઈ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાઈ કૃષિ માહિતીના સચોટ દસ્તાવેજીકરણમાં સહભાગી બનવા નાયબ ખેતી નિયામક (વિ ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આમ સર્વેયર તરીકે કામગીરી કરવા ઇચ્છુક વ્યક્તિઓએ પોતાના તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી), ગ્રામસેવક અથવા સંબંધિત તાલુકાના નીચે દર્શાવેલા અધિકારીઓનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિ )ની અખબારી માં જણાવાયું છે.

વ્યારા: કુમારી ડી.ડી. પટેલ (બાગાયત અધિકારી) – 9409418697
ડોલવણ: શ્રીમતી કે.ડી. ચૌધરી (ખેતી અધિકારી) – 9537723245
વાલોડ: શ્રીમતી આર.એસ. ભોયે (મદદનીશ ખેતી નિયામક) – 9213021988
ઉચ્છલ: કુમારી ડી.કે. પટેલ (બાગાયત અધિકારી) – 9638887871
સોનગઢ: શ્રી ડી.ટી. પટેલ (ખેતી અધિકારી) – 9712308402
ઉકાઈ: શ્રી ડી.ટી. પટેલ (ખેતી અધિકારી) – 8733075019
નિઝર: શ્રી એચ.એમ. ચૌધરી (મદદનીશ ખેતી નિયામક) – 9213021984
કુકરમુંડા: શ્રીમતી એ.કે. પટેલ (બાગાયત અધિકારી) – 9638098655

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *