ભારતીય જનતા યુવા મોરચા (BJYM) તાપી જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક સંપન્ન

રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો અંગે વ્યાપક આયોજન કરવામાં આવ્યું.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) તાપી જિલ્લાની પ્રથમ જિલ્લા કારોબારી બેઠક સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી દિવસોમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રીય પ્રભાવ ધરાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો હતો.બેઠક દરમિયાન યુવા મોરચાના સંગઠનને પાયાના સ્તર સુધી વધુ સક્રિય અને મજબૂત કરવા માટે વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ સાથે જ આગામી દિવસોમાં આવનાર રાષ્ટ્રભક્તિના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમો જેવા કે ‘હર ઘર તિરંગા’ અભિયાન, ભવ્ય ‘તિરંગા યાત્રા’ અને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ના જિલ્લા કક્ષાના ભવ્ય આયોજન માટેની ચોક્કસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રહિત અને દેશભક્તિનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો.
આ પ્રથમ જિલ્લા કારોબારી બેઠકમાં યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા માટે તાપી જિલ્લા ભાજપના પ્રભારી ડૉ. જગદીશભાઈ પટેલ, તાપી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી મૃણાલભાઈ જોષી, BJYM તાપી જિલ્લાના પ્રભારી શ્રી હર્ષલસિંહ સિસોદિયા તેમજ BJYM તાપી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિશાલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ નેતૃત્વએ પ્રેરણાદાયી પ્રવચન આપી યુવા કાર્યકર્તાઓમાં નવો જોશ ભર્યો હતો.
સમગ્ર બેઠક દેશભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, અને તાપી જિલ્લા યુવા મોરચો આગામી તમામ રાષ્ટ્રીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંપૂર્ણ તાકાતથી કટિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
