૮૫.૮૯૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે NDPS નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોનગઢ પોલીસ

0
૮૫.૮૯૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે NDPS નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત રેંજ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ તાપી જીલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબુદ કરવા “નનશામુક્ત ગુજરાત, ” SAY NO TO DRUGS SAY YES TO LIFE”,” DRUGS FREE INDIA” तथा ” નશામુક્ત યુવા સશક્ત ભારત” જેવા અભિયાનો ચલાવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝર વિભાગએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સતત નશાકારક પ્રવૃતિ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવા સતત પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન ગઇકાલ તા.૦૯/૦૮/૨૦૨૬ ના રોજ મહારાષ્ટ્ર રાજયના નવાપુર તરફથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ લઇને સોનગઢ તરફ એક ટ્રક આવનાર છે અને આ ટ્રકને પોલીસ પકડથી બચાવવા માટે કેટલાક લોકો એક કારમાં બેસી ટ્રકનું પાયલોટીંગ કરતા આવે છે. તેવી આધારભૂત બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલા, સોનગઢ પો.સ્ટે.ને મળેલ. બાતમી હકીકત આધારે સોનગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ ખાતે જરૂરી કાર્યવાહી હાથ ધરતાં બાતમી હકિકતવાળી કાર તથા ટ્રકને ત્રણ લોકો સાથે પકડી પાડેલ. જે પૈકી ટ્રક નં. GJ-05-BZ-3268 ના કેબિનમાં બનાવેલ ચોરખાનામાંથી તેમજ અન્ય જગ્યા પરથી ગાંજાના કુલ- ૪૩ પેકેટ મળી કિ.રૂ. ૪૨,૯૪,૫૦૦/- નો ૮૫.૮૯૦ કિ.ગ્રા. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કબજે કરવામાં આવેલ. તપાસ દરમ્યાન આરોપીઓના કબજામાંથી ટ્રક તથા સ્વીફ્ટ કાર, ૪ મોબાઇલ તેમજ ટ્રકમાં ભરેલ ૩૦ ટન કોલસો મળી કુલ્લે કિ.રૂ.૬૪,૩૬,૫૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

આ NDPS મુદ્દામાલ મંગાવનાર તથા પુરો પાડનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ તેમજ તપાસમાં મળી આવે તેવા તમામ આરોપીઓ વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.મા એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપીઓ :-

૧. સોહિલ ચિરાકોદ્દીન ઉર્ફે ચિરાગભાઇ શેખ ઉ.વ.૨૪ રહે. અલીફનગર ધીરજ હોસ્પિટલ પાછળ મકાન નં. ૧૮૨ વોર્ડ નં. ૬ સોનગઢ તા.સોનગઢ જિ. તાપી

૨. સોયેફ ઉર્ફે સોએબ ઉર્ફે નવાબ ચિરાકોદ્દીન ઉર્ફે ચિરાગભાઇ શેખ ઉ.વ. ૩૪ રહે. અલીફનગર ધીરજ હોસ્પિટલ પાછળ મકાન નં. ૧૮૨ વોર્ડ નં. ૬ સોનગઢ તા.સોનગઢ જિ. તાપી.

૩. જાફરખાન જલીલખાન મણીયાર ઉ.વ.૨૫ રહે. અલીફનગર ધીરજ હોસ્પિટલની પાછળ તા.સોનગઢ જિ. તાપી

વોન્ટેડ આરોપીઓ :-

૧. અકિલ નાસીરખાન પઠાણ રહે. મીઠીખાડી સુરત મુળ રહે. સોનગઢ તા.સોનગઢ જિ. તાપી

૨. આદીલ સોહેલ શેખ રહે. બલેશ્વર ગામ તા. પલસાણા જિ. સુરત મુળ રહે. ઇસ્લામપુરા સોનગઢ તા.સોનગઢ જિ. તાપી .

કબજે કરેલ મુદ્દામાલ :-

(૧) વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) નો જથ્થો ૮૫.૮૯૦ કિ.ગ્રા. કિ.રૂ. ૪૨,૯૪,૫૦૦/-

(૨) ટ્રક નં. GJ-05-BZ-3268 કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-

(૩) સ્વીફટ ફોર ગાડી નં. GJ-30-A-2646 કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-

(૪) મોબાઇલ નંગ- ૪ કિ.રૂ. ૩૨,૦૦૦/-

(૫) ૩૦ ટન કોલસાની કિ.રૂ. ૨,૧૦,૦૦0/- કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૬૪,૩૬,૫૦૦/-

આરોપીઓનો એમ.ઓ. :-

આ કામના વોન્ટેડ આરોપીઓ ટ્રેન અથવા કાર મારફતે સુરતથી ઓરિસ્સા ખાતે જઇ ઓરિસ્સા ખાતે ગાંજાનો વેપાર કરતા સ્થાનિક ઇસમો પાસેથી મોટી માત્રામાં ગાંજાની ખરીદ કરી અને ભારતના ટ્રાન્સપોર્ટ નેટવર્ક મારફતે સુરત તેમજ અન્ય જગ્યાએ ગાંજાને ગેરકાયદેસર રીતે મેળવી લેવાની એમ.ઓ. ધરાવે છે. તેમજ પોલીસ પકડથી બચવા માટે મદદગારી કરતા ઇસમો દ્વારા પાયલોટીંગ કરી વોચ રાખતા હોય છે.

આરોપી અકિલ નાસીરખાન પઠાણનો ગુનાહિત ઇતિહાસ :-

૧. સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૪૦૯૬૨/૨૦૨૪ IPC કલમ-૩૦૨,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોધાયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

1) ડી.વી. ઢોલા પોલીસ ઇન્સપેક્ટર, 2) ASI માર્મિકભાઇ હરેશભાઇ, 3) ASI દાઉદભાઇ દેવીદાસભાઇ, 4) UHC પ્રકાશભાઈ ધીરૂભાઇ, 5) AHC પ્રવિણભાઇ ભરતભાઇ, 6) PC ભેરાભાઇ ચાંપાભાઇ, 7) PC દાનુભાઇ રણછોડભાઇ, 8) PC ધનંજયભાઇ ઇશ્વરભાઇ, 9) PC અશ્વિનભાઇ નાનુભાઇ, 10) PC મનોજભાઇ સુભાષભાઇ, 11) ડ્રા.પો.કો. શૈલેષભાઇ રમણભાઇ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *