સોનગઢ પોલીસ સ્ટેશનના N.D.P.S. Act ગુનાના વોન્ટેડ આરોપીને ભુસાવલ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

0
સોનગઢ પોલીસ સ્ટેશનના N.D.P.S. Act ગુનાના વોન્ટેડ આરોપીને ભુસાવલ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ સુરત તથા શ્રી. જે.એન. દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નિઝરે આપેલ માર્ગદર્શન અને સુચના હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનાના વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય, જે અનુસંધાને સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો ગઈ તા. ૨૫/૦૭/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ આ ગુનાના આરોપી સચીનભાઈ ભિખાભાઈ ભોઈ રહે. મુળ મચ્છી બજાર, શહાદા, નંદુરબાર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) હાલ રહે. ઉકાઈ પાથરડા કોલોની સેક્ટર-૪ રૂમ નંબર- ૩/બી- ૬૨ જુની શાકભાજી માર્કેટ ઉકાઈ તા.ઉકાઈ જી.તાપી. ગઈ તા.૨૫/૦૭/૨૦૨૬ ના રોજ સોનગઢ સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા રસ્તા ઉપર પોતાના કબજાની બજાજ ડિસ્કવર મોટર સાઈકલની સીટ નીચે પ્લાસ્ટીકની ઝીપ બેગ સાથે મેફેડ્રોન ડ્રગ્સ ૪.૯૨ ગ્રામ જેની કિ.રૂ.૧૪,૭૬૦/- સાથે પકડાઈ ગયેલ જે ડ્રગ્સનો જથ્થો પરવેઝ શેખ જેના પુરા નામ સરનામાની ખબર નથી. રહે, ભુસાવાલ મહારાષ્ટ્ર એ આપેલ હતો.

જે આરોપીને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તે આધારે પોલીસ સબ ઈંસ્પેક્ટર કે.આર. ચૌધરી એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈએ આરોપી શોધી કાઢવા મોબાઈલની કોલ ડિટેલ એનાલીસિસ કરી, ટેકનિકલ સર્વલન્સ, તથા સોશિયલ મિડિયા આધારે આરોપીનો ફોટો મેળવેલ અને આ આરોપી ભુસાવલ રેલ્વે સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતે અવર-જવર હોવાની ભાળ મળતા આરોપીને પકડવા એક ટીમ બનાવી ભુસાવલ ખાતે મોકલી આપી હતી. અને ભુસાવલ રેલ્વે સ્ટેશન ખાતે આરોપી-પરવેશ ઈસ્લાઉદિન શેખ ઉ.વ. ૩૨ રહે, ભુસાવલ જામ મહહોલા ભિસ્તિ ગલ્લી, તા.ભુસાવલ (મહારાષ્ટ્ર) મળી આવતા આરોપીની પુછ પરછ કરતા તેણે અગાઉ પકડાયેલ આરોપીને એમ.ડી. ડ્રગ્સ આપેલાની કબુલાત કરતા, કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

પરવેશ ઈસ્લાઉદિન શેખ ઉ.વ. ૩૨ રહે, ભુસાવલ જામ મહહોલા ભિસ્તિ ગલ્લી, તા.ભુસાવલ (મહારાષ્ટ્ર).

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત;-

મુજબ. સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૬૨૦૧૦ /૨૦૨૬ એન.ડી.પી.એસ.કલમ ૮(સી), ૨૨(બી),૨૯

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન. 2) શ્રી. કે.આર. ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન. 3) એ.એસ.આઈ. માર્મિકભાઈ હરેશભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 4) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 5) આ.પો.કો. ભેરાભાઈ ચાંપાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન. 6) આ.પો.કો. ધનજંયભાઈ ઈશ્વરભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *