તાપી જિલ્લો : વિનોબા આશ્રમશાળા ગડતના વિદ્યાર્થીઓ ટેકવૉન્ડો સ્પર્ધામાં ઝળક્યા

0
તાપી જિલ્લો : વિનોબા આશ્રમશાળા ગડતના વિદ્યાર્થીઓ ટેકવૉન્ડો સ્પર્ધામાં ઝળક્યા
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૦ :- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વ્યારા ખાતે ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-૧૪ ટેકવૉન્ડો સ્પર્ધામાં ગ્રામસેવા સમાજ વ્યારા સંચાલિત વિનોબા આશ્રમશાળા ગડતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.

 

આ સ્પર્ધામાં અંડર-૧૪ ભાઈઓની સ્પર્ધામાં રિયન રાજેશ ગામીત અને ક્રિશીલ બિપિન ગામીતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે બહેનોની સ્પર્ધામાં કુ. નિધિ અંકુરભાઈ ભીલ તથા કુ. આરોહી હિરેનભાઇએ દ્વિતીય સ્થાન, કુ. સુહાની મહેન્દ્રભાઈ ભીલે તૃતિય સ્થાન અને ગ્રેસી દિલીપભાઈ ગામીતે ચોથો ક્રમ હાસિલ કર્યો છે.

 

બાળકોની આ ઉત્કૃષ્ટ સફળતા બદલ શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ ગામીત, કોચશ્રી કિરણભાઈ ટી. ચૌધરી તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે અધ્યયન ભૌતિક સુવિધાઓ પૂરી પાડી પ્રોત્સાહિત કરવા બદલ એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં યોજાનાર સ્પર્ધાઓ માટે વિજેતા બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *