છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ગઇ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી.તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. બ્રિજરાજસિંહ રસીકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઈને મળેલ બાતમી આધારે ઉચ્છલના મીરકોટ ગામની સીમમાં આવેલ શિહોરી હોટલ પાસેથી અમરેલી સીટી પો.સ્ટે.મા નોંધાયેલ આઇ.ટી.એકટ હેઠળના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- વિશાલ જુગલકિશોર ત્રીવેદી ઉ.વ.૩૮ ધંધો.પ્રાઇવેટ નોકરી હાલ રહે.વાસંદા, કૃષ્ણકુજ સોસાયટી, તા.વાસંદા જી.નવસારી મુળ રહે.કવાટર નં.૧૩, સ્વામી વિવેકાનંદ સ્કુલની સામે, એસ.બી.એસ કોલોની છાયા, પોરબંદરને તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લિલકીયાભાઇ, અ.હે.કો હરપાલસિંહ અભેસિંહ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસીકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *