ત્રણ જીલ્લાઓના ત્રણ ગુનાઓમા નાસતો ફરતો લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
ત્રણ જીલ્લાઓના ત્રણ ગુનાઓમા નાસતો ફરતો લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ગઇ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી.તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ શક્તિનગર વિસ્તારમાથી (૧) સોનગઢ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનનો ગુનો તથા (૨) સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનનો ગુનો તથા (૩) ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- પુનમભાઇ ઉર્ફે પુના બાથાભાઇ ભરવાડ રહે. સોનગઢ, જમાદાર ફળીયુ, તા.સોનગઢ, જી.તાપીને તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

ગુનાની વિગત:-

(૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૬૦૫૫૬/૨૦૨૬ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ

(૨) સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૧૧૦ ૧૬૨૬૦૪૭૨/૨૦૨૬ પ્રોહિ એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ

(૩) ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૭૨૬૦૨૯૨/૨૦૨૬ પ્રોહિ એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ તથા એ.એસ.આઇ. જયેશભાઇ લિલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. લેબજીભાઈ પરબતભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *