સુરત જિલ્લાની અભયમ મહિલા હેલ્પલાઈનની ત્રણ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ મહિલાઓને આરોગ્ય, સુરક્ષા અને હેલ્પલાઈન સેવાઓ અંગે જાગૃત કરાયા

0
સુરત જિલ્લાની અભયમ મહિલા હેલ્પલાઈનની ત્રણ ટીમો દ્વારા વિવિધ સ્થળોએ મહિલાઓને આરોગ્ય, સુરક્ષા અને હેલ્પલાઈન સેવાઓ અંગે જાગૃત કરાયા
Contact News Publisher

નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિત્તે ઉમરા, કતારગામ અને બારડોલી ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૯. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના આરોગ્ય, સુરક્ષા, સશક્તિકરણ અને કલ્યાણ અંગે જનજાગૃતિ વધારવા નારી વંદના ઉત્સવ–2026નું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિત્તે સુરત જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ઉમરા, કતારગામ અને બારડોલી ટીમો દ્વારા વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

 

ઉમરા: પાંડેસરા GIDC વિસ્તારની Ascolite કંપની ખાતે મહિલા કર્મચારીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક ત્રાસ, છેડતી, સાયબર ગુનાઓ, બાળલગ્ન, પારિવારિક વિવાદ સહિતની પરિસ્થિતિમાં 181 દ્વારા મળતી સહાય અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન, બાળ આરોગ્ય અને મહિલા લક્ષી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કાઉન્સેલર ચૌધરી તેજસ્વિની ઉપસ્થિત રહ્યા હતા.

 

કતારગામ: કોસાડ-અમરોલી તથા શ્રીરામ નગર, અમરોલી ખાતે મહિલાઓને 181 મહિલા હેલ્પલાઈન, 112 ઇમરજન્સી નંબર, ચાઈલ્ડ હેલ્પલાઈન તથા મહિલા લક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલર ગામીત પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા હતા.

 

બારડોલી: બાબેન ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓને મહિલા અને બાળ આરોગ્ય, વ્યક્તિગત સ્વચ્છતા, પોષણ, સંતુલિત આહાર તથા 181 અભયમ મહિલા હેલ્પલાઈન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાઉન્સેલર તૃપ્તિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

મહિલા અને બાળ આરોગ્ય દિવસનો હેતુ મહિલાઓ અને બાળકોના આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો છે. નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા મહિલાઓને આરોગ્ય, સુરક્ષા, હેલ્પલાઈન સેવાઓ તથા મહિલા લક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરી જાગૃત અને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *