સાદડવેલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક વડીલો-ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો

0
સાદડવેલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક વડીલો-ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.08. – સોનગઢ તાલુકાના સાદડવેલ ખાતે આયોજિત ‘એક પેડ માં કે નામ ૩.૦’ વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સાબિત કર્યું કે આદિવાસી સમુદાય જળ, જમીન અને જંગલના સાચા રખવાળા છે.

 

કાર્યક્રમ પ્રસંગે વૃક્ષારોપણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત ગ્રામજનો- વડીલો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમનો અંદાજ અત્યંત સરળ, સહજ અને સંવેદનશીલ જોવા મળ્યો હતો. તેમણે સોહાર્દપૂર્ણ અને આત્મીય વાતચીત દ્વારા ગ્રામજનોના પ્રકૃતિ પ્રત્યેના લગાવ અને સમર્પણને બિરદાવ્યું હતું.

 

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સતત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને તાપી જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ તાપી જિલ્લામાં પધાર્યા હતા. મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમો માટે હવે તાપી જિલ્લો કેન્દ્ર બની રહ્યો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *