જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થવું આવશ્યક છે – ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની દરગાહ ખાતે ગુરૂપૂર્ણિમાની કરાયેલી ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૫. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાનવાદા-એ-ચિશ્તીયા ફરીદીયા સાબિરીયા દરગાહ શરીફ (ચિશ્તીયા નગર) મોટામિયાં માંગરોલ મુકામે મોટામિયાં માંગરોલની પવિત્ર ગાદીના હાલના ગાદીપતિ, આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવાસાહેબના સાનિધ્યમાં વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે. ઘેર-ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસનમુક્તિ,ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. પાલેજ તેઓના રહેઠાણ ખાતે નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી હતી. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવાની પ્રેરણા આપતો અવસર એટલે ગુરુપૂર્ણિમા, આજના દિવસે જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થાય એ ખૂબ જરૂરી છે. આજનો અવસર સમગ્ર માનવ સમાજ માટે જીવનમાં દિશા અને હેતુનું મહત્વ પણ સમજાવે છે. શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવુ જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
