બુહારીના બોરડી ફળિયામાંથી ૧૬ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર

0
બુહારીના બોરડી ફળિયામાંથી ૧૬ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર
Contact News Publisher

વરસાદી પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ગુજરાતી પ્રાથમિક શાળામાં કરાયું સ્થળાંતર

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૩૧ – તાપી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત બુહારી ગામના બોરડી ફળિયા ખાતે રહેતા ૧૬ વ્યક્તિઓનું શુક્રવારે સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ નાગરિકોને બુહારી ખાતેની ગુજરાતી પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

 

સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તમામ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતર્ક રહેવું, નદી-નાળા, કોઝવે તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કર

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *