આયુષ્માન આરોગ્ય મંદિર ગવાણની ટીમ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં સઘન કામગીરી

તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં…
—
CHO, FHW અને આશા બહેનોની ટીમે ઘરે-ઘરે ફરીને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કર્યું
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.31 – તાપી જિલ્લામાં ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ગવાણના અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, આશા બહેનોની ટીમ દ્વારા નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીના સ્રોતોમાં ક્લોરીનેશનની પ્રક્રિયા, ક્લોરીનેશન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે ટીમે ઘરે-ઘરે જઈને લોકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરી હતી અને ચોમાસા દરમિયાન શુદ્ધ પીવાનું પાણી વાપરવા તથા આરોગ્ય વિષયક સાવચેતી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
