કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં અલુણા નિમિત્તે વિવિધ ડે, પ્રવૃત્તિ અને હરીફાઈ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલીત કુસુમ જયેશ ભૂલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ માં અલુણા નિમિત્તે વિવિધ ડે ,પ્રવૃત્તિ અને હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સરપ્રાઈઝ મહેંદી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાળાઓ સરસ મજાની ગૌરીવ્રત અનુરૂપ મહેંદી મૂકીને આવી હતી. બીજા દિવસે બાળકો માટે ઇતર પ્રવૃત્તિ પ્રેરક પ્રૂફ બની રહે તે માધ્યમ હેઠળ જુદી જુદી પાન , ફુલ અને શાકભાજીની છાપ ની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ત્રીજા દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો વિવિધ ગુરુઓ બનીને આવ્યા હતા અને બાળકોને ગુરુપૂર્ણિમાનું મહત્વ અને ગુરુનું સ્થાન જીવનમાં શું છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચોથા દિવસે ગોરમા અને કેસરિયા ની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સરસ મજાના ગોરમા અને કેસરિયા ના રૂપમાં તૈયાર થઈને આવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
