ઉચ્છલ : ગવાણ ગામમાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

0
ગવાણ ગામમાં લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
Contact News Publisher

ઉચ્છલ મામલતદારશ્રીની સમજાવટ બાદ સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.૩૧. તાપી જિલ્લામાં ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

ત્યારે શુક્રવારના રોજ ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં ઉચ્છલ મામલતદારશ્રી દ્વારા નાગરિકોને વરસાદી પરિસ્થિતિ અંગે જાગૃત કરી સલામત સ્થળે સ્થળાંતર થવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વહીવટી તંત્રની સમજાવટને પગલે ગવાણ ગામના અસરગ્રસ્ત વિસ્તારના પાંચ કુટુંબના કુલ ૧૯ લોકો અને કાટા ફળિયા ઉચ્છલના ૧૨ લોકોને તકેદારીના ભાગરૂપે તેમના સંબંધીઓના ઘરે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

 

ભારતીય હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લા માટે આપવામાં આવેલી ‘રેડ એલર્ટ’ ની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સતર્ક રહેવા તથા જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

૦૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *