વ્યારાના બેડકુવાદુરના મૃતક ખેત મજૂરના પરિવારને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના હસ્તે રૂ. ૪ લાખનો સહાય ચેક અર્પણ કરાયો

0
વ્યારાના બેડકુવાદુરના મૃતક ખેત મજૂરના પરિવારને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના હસ્તે રૂ. ૪ લાખનો સહાય ચેક અર્પણ કરાયો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29 – તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદુર ગામે કોતરમાં ડૂબી જવાથી અકસ્માતે મૃત્યુ પામેલા ખેત મજૂરના શોકગ્રસ્ત પરિવારની રૂબરૂ મુલાકાત લઈને વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી દ્વારા રાજ્ય સરકારના માનવ મૃત્યુ સહાય નિયમો હેઠળ રૂ. ૪ લાખની નાણાકીય સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

બેડકુવાદુર ગામના ડુંગરી ફળિયા ખાતે રહેતા ૫૮ વર્ષીય જીવણભાઈ ભીમસીંગભાઈ ચૌધરીનું ખેતર પાસેના કોતરમાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પંચાયત અને મહેસૂલ તંત્ર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ ત્વરિત પૂર્ણ કરવામાં આવી હતી.

ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ પીડિત પરિવારના ઘરે પહોંચી સાંત્વના પાઠવી હતી અને મંજૂર થયેલી રૂ. ૪ લાખની સહાયનો ચેક સ્વ. ચૌધરીજીના ધર્મપત્નીશ્રી પુનીબેન ચૌધરીને સુપ્રત કર્યો હતો. આ વેળાએ સ્થાનિક જનપ્રતિનિધિ, મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *