ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

0
ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૧. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં આપત્તિ વ્યવસ્થાપન અને આગ સામે સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનાં હેતુસર ફાયર સેફટી મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં શાળાનાં તમામ વિધાર્થીઓ, શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રારંભે ફાયર સેફ્ટી બાબતનાં નિષ્ણાત દર્શિતભાઈ સિધ્ધપુરાએ આગ લાગવાનાં વિવિધ કારણો, ઈમરજન્સી સમયે લેવાનાં પગલાં અને ફાયર સેફ્ટીનાં સાધનોનાં ઉપયોગ વિશે સરળ શૈલીમાં વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જાતે આગ બુઝાવવાનાં ઉપકરણોનો ઉપયોગ કરી આપાતકાલીન સ્થિતિમાં સ્વરક્ષણ કેવી રીતે કરવું તેની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. આ મોકડ્રીલ દ્વારા સ્કૂલ બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીનાં સાધનોને આગ લાગે ત્યારે કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઈએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. ફાયર સેફટી તથા અન્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિ પરત્વે વાલીજનો તથા ગ્રામજનો પણ માહિતગાર થાય એ બાબતે શિક્ષકગણ કલ્પના પટેલ, નિમિષા પટેલ, જીનલ પટેલ, દિપક પટેલ તથા ધવલ પટેલે વિધાર્થીઓને અનુરોધ કર્યો હતો. અંતમાં શાળાનાં આચાર્ય વિજય પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *