ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન એકતાનગર ખાતે સંપન્ન

0
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન એકતાનગર ખાતે સંપન્ન
Contact News Publisher

શિક્ષક હિતનાં 31 મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા : શિક્ષક હિત-શિક્ષણ હિતનાં ધ્યેય સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોનાં હકોની રક્ષા અને શિક્ષણ વ્યવસ્થાનાં સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત અને પ્રતિબદ્ધ

               

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૭. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સહકાર ભવન, એકતાનગર, તા. ગરુડેશ્વર, જિ. નર્મદા ખાતે રાજ્ય કારોબારી સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલ સહિત રાજ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તથા રાજ્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સભામાં શિક્ષક હિત અને શિક્ષણ વ્યવસ્થાનાં સર્વાંગી વિકાસને લગતાં 31 જેટલાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર સભામાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.

1. TET પરીક્ષા રદ કરવા બાબતે રજૂઆત

2. 2005 પછીનાં શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (OPS) નો અમલ

3. HTAT મુખ્ય શિક્ષકોને અન્ય શાળાનો ચાર્જ ન આપવો

4. 2004-05 OPS શિક્ષકોનાં ખાતામાં રકમ જમા કરાવવા

5. વિદ્યાસહાયકોનો ફિક્સ પગાર સમયગાળો 5 વર્ષથી ઘટાડી 2 વર્ષ કરવો

6. ધોરણ 6 થી 8 નાં શિક્ષકોને ₹ 4200 ગ્રેડ પેનો લાભ

7. બિનશૈક્ષણિક કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ અને BLO કામગીરી બિનશૈક્ષણિક કર્મચારીઓને સોંપવી

8. ધોરણ 1 થી 5 માં કમ્પ્યુટર અને ટેબલેટ સુવિધા આપવી

9. બદલીનાં નિયમોમાં સુધારા અને જિલ્લા ફેરબદલીની સેવા ગણતરી 2 વર્ષ બાદ કરવી

10. CRC-BRC કૂલિંગ પિરિયડ રદ કરવો

11. Class-1 અને Class-2 ભરતીમાં પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવો

12. શાળાઓમાં શાળા સહાયકની નિયમિત ભરતી અને તમામ શાળાઓમાં સમાન ગ્રાન્ટ ફાળવણી

આ ઉપરાંત CCC પરીક્ષા, DATM અને Contingency Grant, સ્વચ્છતા ગ્રાન્ટ, તાલીમ વ્યવસ્થા, ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવું, PRISA App, બાલવાટિકા માટે અલગ મહેકમ, આશ્રમ શાળાનાં શિક્ષકોનાં પ્રશ્નો જેવાં અન્ય મહત્વનાં મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. સભામાં શિક્ષક સમાજનાં પ્રશ્નોનાં યોગ્ય અને વહેલાસર નિરાકરણ માટે સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો અને આગામી સમયમાં જરૂરી અનુગામી કાર્યવાહી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આખરે શિક્ષક હિત અને શિક્ષણ હિતનાં ધ્યેય સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોનાં હકોની રક્ષા અને શિક્ષણ વ્યવસ્થાનાં સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે એવું ફલિત થયું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *