સોનગઢના એક ગામમાંથી બહેનના પાડોશી દ્વારા હેરાનગતિ હોવાથી તેમને સમજાવવા માટે 181 તાપી અભયમની મદદ માંગી

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭. તાપી 181 મહિલા હેલ્પલાઇન માં મદદ માટે જણાવ્યું કે તેમનાં પાડોશીમાં રહેતી એક મહિલા હેરાનગતિ કરે છે. જેથી તેમનાં મદદ માટે 181ની ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે પિડીત બહેન અભ્યાસ પૂરો કરી ઘરે રહી ઘરકામ કરે છે .ત્યારે પાડોશી ની બહેન પીડીત બહેનના આંગણાની આગળ વાડ કરેલ હતી. અને ત્યાં અનાજ રોપેલું હતું જે અનાજ ઉખેડી નાખેલ હોય. જેથી આ બાબતે બંને પક્ષો વચ્ચે અપશબ્દો બોલી ગાળા ગાળી કરી લડાઈ ઝોગડો થયેલ અને પીડીત બહેન વિશે ખોટા ખોટા શબ્દો બોલે છે.જેથી પાડોશી મહિલાને સમજાવવા માટે અભયમ ટીમની મદદ લેતા અભયમ ટીમ દ્વારા બંને પક્ષોનું અસરકારક કાઉન્સિલિંગ કરવામાં આવેલ બંને પક્ષને સમજાવતા પાડોશી મહિલાએ ખોટા શબ્દો ઉપયોગ કરીને લડાઈ ઝઘડો ન કરે જે બાબતે સમજણ આપતા પાડોશી મહિલાએ સ્થળ પર ફરી આવી ભૂલ ન થઈ જેની લેખિત બાંહેધરી આપતા સ્થળ પર નિરાકરણ કરવામાં આવેલ છે.અને આ બાબતે પિડીત મહિલાએ કોઈપણ પોલીસ કાર્યવાહી કરવી નથી. તેમ જણાવેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *