ઓલપાડ ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગેની શિક્ષક તાલીમ યોજાઈ

0
ઓલપાડ ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગેની શિક્ષક તાલીમ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૫. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્રારા અત્રેની ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 પર્યાવરણનાં નવા પાઠ્યપુસ્તક અંગે શિક્ષકો માટે ત્રિ-દિવસીય
તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગનાં તજજ્ઞો એવાં જતીન પટેલ (રાજનગર), હરીશ પટેલ (દિહેણ), જયેશ સોલંકી (અંભેટા), ચિત્રમંજૂષા પટેલ (સાયણ સુગર ફે.), શિલ્પા પટેલ (સરસ) તથા હીના પટેલે (કાછોલ) શિક્ષકોને નવા પાઠ્યપુસ્તકનાં તમામ પ્રકરણોની તબક્કાવાર વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિને અસરકારક રીતે પોતાનાં વર્ગખંડમાં અમલમાં મૂકી શકે તે માટે તાલીમ મોડ્યુલ, પાઠ્યપુસ્તક, પર્યાવરણ અભ્યાસક્રમનાં ધ્યેયો તથા વિવિધ ક્ષમતાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
તાલીમ વર્ગમાં લાયઝન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં ચેતન મહેતા તથા વર્ગ સંચાલક તરીકે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. તાલીમનાં પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે રાજ્ય સરકારે NEP-2020 અને NCF-2023 મુજબ ધોરણ 3 પર્યાવરણનું નવું પાઠ્યપુસ્તક 2025-26 થી અમલમાં મૂકેલ છે. જે ચિત્રમય અને રંગીન, સ્થાનિક ઉદાહરણોથી સભર, મૂલ્યલક્ષી અને પ્રવૃત્તિ આધારિત છે. તાલીમનાં પ્રથમ દિવસે પ્રિ-ટેસ્ટ તથા અંતિમ દિવસે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *