તાપી જિલ્લાકક્ષાના ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કરાઈ

0
તાપી જિલ્લાકક્ષાના ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને
Contact News Publisher

એકતાનગરનો ગૌરવશાળી માહોલ વ્યારામાં ગૂંજ્યો: તાપીવાસીઓએ પહેલીવાર માણ્યો લાઈવ ‘રાષ્ટ્રીય એકતા પરેડ’નો અદ્ભુત લ્હાવો

—

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી:

 

 સરદાર સાહેબના દૂરંદેશી દ્રષ્ટિકોણે જ આજના સશક્ત ભારતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે

 

 સરદાર વલ્લભભાઈ પટેલે દેશની અખંડિતતા અને એકતા માટે આપેલું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે

 

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરીને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

—

વ્યારા સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે સૌએ સામુહિક એકતા શપથ ગ્રહણ કર્યા

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. :- અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે, એકતાનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે તેમણે સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, સરદાર સાહેબે ૫૬૨ જેટલાં દેશી રજવાડાંઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું.

 

તેમણે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની અખંડિતતા અને એકતા માટે આપેલું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના વિચારો અને આદર્શોને આત્મસાત કરી આપણે દેશની એકતા તથા અખંડિતતાને વધુ સુદ્રઢ બનાવવાની છે.

 

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરી, સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને વૈશ્વિક ફલક પર મૂકીને તેમને સાચી ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

 

એકતા પરેડને નિહાળવા સમગ્ર દેશની નજર એકતાનગર પર ટકેલી હોય છે, ત્યારે આ વખતે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી શૌર્યસભર પરેડ, રાજ્યની વિકાસ-પ્રગતિ દર્શાવતી વિભિન્ન ઝાંખીઓ અને સાંસ્કૃતિક કૃતિઓ સીધી તાપીના આંગણે જીવંત પ્રસારણ રૂપે ગૂંજી ઊઠી હતી. તાપીવાસીઓએ પ્રથમવાર એકતાનગર ખાતેથી પ્રસારિત ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ ઉત્સાહભેર નિહાળ્યું હતું.

 

આ સાથે જ વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદ્બોધન બાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રીય એકતાના સામૂહિક શપથ લીધા હતા.

 

આ તકે, તાપી જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી પ્રશંસનીય યોગદાન આપનાર વ્યક્તિવિશેષ મહાનુભાવોને ઉપાધ્યક્ષશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરદાર સાહેબની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ ગરિમાપૂર્ણ અવસરે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા અને કાંતિભાઈ ગામીત, તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

0000

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *