સોનગઢના સાયબર ક્રાઇમના ગુનાના અરોપીને અમરેલી જિલ્લાના બગસરા ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

0
સોનગઢના સાયબર ક્રાઇમના ગુનાના અરોપીને અમરેલી જિલ્લાના બગસરા ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. સોનગઢમાં સોશીયલ મીડીયા બુલીંગ હેઠળ દાખલ થયેલ સાયબર ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવાની સુચનાના અનુસંધાને સોસોનગઢ પોલીસ સ્ટેશનમા બીએનએસ તથા આઈ.ટી.એક્ટ ૨૦૦૦ની કલમો હેઠળનો ગુનો તા. ૨૭/૦૫/૨૬ના રોજ દાખલ થયેલ. ગુનાની વિગતો મુજબ આ ગુનાના આરોપીએ પોતે પુરૂષ હોવા છતા Kinjal Kinjal Gamit નામની છોકરીની ફેસબુક આઈ.ડી.ના ડી.પી.(ડિસ્પ્લે પિકચર) પર ફરિયાદ આપનાર બેનનો ફોટો રાખી ફરિયાદીબેનને અણગમતા અને હેરાનગતિ થાય તેવા મેસેજો કરી ફરિયાદી બહેનની પ્રતિષ્ઠાને હાની પહોચાડવા ખોટુ ઈલેટ્રોનિક રેકર્ડ ઉભુ કરી ગુનો કરેલ હતો. જે ગુનાને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તે આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, અ.હે.કો. દશરથભાઇ ભુપતભાઈ, આ.પો.કો. મોતીભાઈ રામાભાઈએ ટેકનિકલ સર્વલન્સ અને અંગત બાતમી આધારે તપાસ કરતા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામ ખાતે આરોપીની ભાળ મળતા પોલીસની એક ટીમ બનાવી મોકલી આરોપીની પુછપરછ કરતા આરોપી પાસેથી મળી આવેલ ઓપ્પો કંપનીના મોબાઇલમાં આરોપીએ ફરિયાદીબેનનો ફોટો ફેસબુકમાંથી મેળવી એડીટ કરી પોતાની ફેસબુકની આઈ.ડી.નુ નામ Kinjal Kinjal Gamit રાખેલ અને ફરિયાદીબેનને ફેસબુકમાં રીક્વેસ્ટ મોક્લી ફરિયાદીબેનને અણગમતા અને હેરાનગતિ થાય તેવા મેસેજો મોકલાવેલ હોવાની કબુલાત કર્યાનુ જણાય આવેલ છે. આમ, આ ગુનામાં આરોપીની સંડોવાણી જણાઇ આવતા આરોપી- જીજ્ઞેશભાઈ ઉર્ફે કાળુ લક્ષ્મણભાઈ પાનસુરીયા ઊ.વ.૩૯ ધંધો.ખેતીકામ રહે.સુડાવડ ગામ, સાપર નજીક તા.બગસરા જી.અમરેલીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

જીજ્ઞેશભાઈ ઉર્ફે કાળુ લક્ષ્મણભાઈ પાનસુરીયા ઊ.વ.૩૯ ધંધો.ખેતીકામ રહે. સુડાવડ ગામ, સાપર નજીક તા. બગસરા જી. અમરેલી

ડિટેક્ટ થયેલગુનાની વિગત:-

(૧) સોનગઢ પો.સ્ટે. પાર્ટએ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૬૧૩૫૮/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ-૩૩૬(૪),૩૫૬(૨) તથા આઈ.ટી.એક્ટ ૨૦૦૦ની કલમ-૬૬(સી),૬૬(ડી).

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી ડી.વી. ઢોલા, સોનગઢ પોલીસ સ્ટેશન, 2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન, 3) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, 4) અ.હે.કો. દશરથભાઇ ભુપતભાઈ, 5) આ.પો.કોભેરાભાઇ ચાંપાભાઈ,  6) આ.પો.કો. મોતીભાઈ રામાભાઈ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *