સોનગઢની સાતકાશી આંગણવાડી ખાતે બાળકોને પ્રાયોગિક શિક્ષણ: છોડ ઊગવાની પ્રક્રિયા સમજાવવામાં આવી

0
સોનગઢની સાતકાશી આંગણવાડી ખાતે બાળકોને પ્રાયોગિક શિક્ષણ: છોડ ઊગવાની પ્રક્રિયા સમજાવવામાં આવી
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૫. :- તાપી જિલ્લાના સોનગઢ ખાતે સાતકાશી અને સોનગઢ આંગણવાડી કેન્દ્રમાં મંગળવારે બાળકોના સર્વાંગી વિકાસ અને પ્રકૃતિ તરફ રસ કેળવાય તેવા શુભ આશય સાથેથી એક સુંદર પ્રાયોગિક પ્રવૃત્તિ યોજાઈ હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને ‘છોડ કેવી રીતે ઊગે છે’ તેની જીવંત અને સચોટ સમજ પૂરી પાડવામાં આવી હતી.

 

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેન દ્વારા બાળકોને પોતાની આસપાસ વર્તુળાકાર બેસાડીને ખૂબ જ રસપ્રદ શૈલીમાં છોડ ઊગવાની પ્રક્રિયા સમજાવી હતી. જેમાં સૌથી પહેલાં છોડના વિકાસ માટે જરૂરી પાયાની બાબતોની પ્રત્યક્ષ ઓળખ કરાવી તેના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

 

આ પ્રાયોગિક શિક્ષણ દ્વારા સાતકાશી આંગણવાડીના બાળકોએ ઉત્સાહભેર નવી માહિતી મેળવી હતી. બાળપણથી જ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને પ્રકૃતિના જતન પ્રત્યે પ્રેમ કેળવાય તે હેતુથી આ સુંદર પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *