પ્રકૃતિનું જતન : અદિતિબેન વ્યાસે કોબા પ્રાથમિક શાળામાં વિવિધ વૃક્ષો દાનમાં આપ્યા

0
પ્રકૃતિનું જતન : અદિતિબેન વ્યાસે કોબા પ્રાથમિક શાળામાં વિવિધ વૃક્ષો દાનમાં આપ્યા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૩. કુદરત પ્રત્યે અનન્ય પ્રેમ, દયાભાવ અને સમાજ સેવાની ભાવના ધરાવતાં પ્રકૃતિપ્રેમી અદિતીબેન વ્યાસ દ્વારા ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાને 20 કૂંડા સહિત વિવિધ વૃક્ષોનાં રોપાઓનું દાન કરવામાં આવ્યું હતું. આ હરિયાળી ભેટ માત્ર છોડનું દાન નથી, પરંતુ બાળકોનાં હૃદયમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંવેદનાનાં બીજ વાવવાનો એક સુંદર પ્રયાસ છે. અદિતીબેનનાં આ ઉમદા કાર્યથી વિદ્યાર્થીઓમાં વૃક્ષારોપણ અને પ્રકૃતિ સંરક્ષણ અંગે નવી પ્રેરણા જાગી છે. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ અદિતીબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી, આ હરિયાળી ભેટને ભવિષ્યની અમૂલ્ય મૂડી ગણાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *