ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩. ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ કાર્યક્રમ અત્રેની પ્રાથમિક શાળામાં ખૂબજ ઉત્સાહભેર ઉજવાયો હતો. ઓલપાડ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રીમતી મેઘનાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સદર કાર્યક્રમમાં ભાજપા મહામંત્રી સુનિલભાઈ પટેલ, ભાજપા યુવા મોરચા ઉપપ્રમુખ ધ્રુવભાઈ પટેલ, સરપંચ હેમલતાબેન ગોરાણી, સદસ્ય દિપીકાબેન દેસાઈ, તલાટી યતીનભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં સભ્યો, ભાજપા યુવા મોરચા મહિલા ઉપપ્રમુખ ભક્તિબેન પટેલ, મહિલા યુવા મોરચા પ્રમુખ દિવ્યાબેન, નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ દેસાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ સોનલબેન રાઠોડ તથા સભ્યો, આઈસીડીએસનાં દિવ્યાબેન ડાંગર, દાતા મનિષભાઈ ચૌહાણ અને વેશાલીબેન ચૌહાણ, સર્વ સમાજ એકતા ગૃપનાં દાતા યોગેશભાઈ પરમાર, પીએચસીનાં ડો. કૃપાબેન, આંગણવાડી કાર્યકર જયશ્રીબેન કંથારીયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અભિનય સહ પ્રાર્થનાથી થઈ. બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવીને શાળામાં આવકારવામાં આવ્યા હતાં. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભવોનાં હસ્તે પુસ્તકો, નોટબુક્સ અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને કન્યાઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. તેમણે સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની માહિતી પણ આપી હતી. અંતમાં ગોળ-ધાણા અને મીઠાઈ વહેંચીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળતા બક્ષવા માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશાબેન ગોપાણીએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિસર ઉત્સાહ અને આનંદનાં માહોલથી છવાઈ ગયું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *