તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ

ડોલવણમાં ૩૫ મીમી તથા સોનગઢ અને વાલોડમાં ૩૩ મીમી વરસાદ વરસ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩ :- તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તરફથી મળેલા અહેવાલ મુજબ, તા. ૦૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ૩૫ મીમી નોંધાયો હતો, જ્યારે સોનગઢ તાલુકામાં ૩૩ મીમી અને વાલોડ તાલુકામાં પણ ૩૩ મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત વ્યારા તાલુકામાં ૨૧ મીમી, ઉચ્છલ તાલુકામાં ૯ મીમી અને નિઝર તાલુકામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો.
સમગ્ર તાપી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૦.૧૩ મીમી વરસાદ નોંધાયો છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
