નવનિયુક્ત મહેસૂલી તલાટી દેવાંશી ગોધાણીએ તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્ર મેળવી આનંદ વ્યક્ત કર્યો

0
નવનિયુક્ત મહેસૂલી તલાટી દેવાંશી ગોધાણીએ તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્ર મેળવી આનંદ વ્યક્ત કર્યો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૨. :- તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો પ્રાપ્ત કર્યા બાદ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓમાં ગૌરવ, આત્મવિશ્વાસ અને જનસેવાના સંકલ્પની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.

 

આ અવસરે પોતાનો પ્રતિભાવ આપતા નવનિયુક્ત દેવાંશી ગોધાણીએ જણાવ્યું કે, હું સુરત જિલ્લાની રહેવાસી છું. મેં રેવન્યુ તલાટી (મહેસૂલી તલાટી) ની પરીક્ષા પાસ કરી છે. આજે તાપી જિલ્લાના કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા અમને ખૂબ જ આદરપૂર્વક નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને અમારી વહીવટી સફરની શરૂઆત માટે વહીવટી તંત્ર તરફથી સુંદર શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, જે અમારા માટે ગર્વની ક્ષણ છે.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને પ્રોત્સાહનને સ્વીકારતા દેવાંશી અને તેમના સાથી ઉમેદવારોએ પૂરી નિષ્ઠા, સેવા અને સમર્પણ ભાવથી જનસેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આલેખન – સંગીતા ચૌધરી

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *