તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ

0
તાપી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદી માહોલ
Contact News Publisher

ડોલવણમાં ૩૫ મીમી તથા સોનગઢ અને વાલોડમાં ૩૩ મીમી વરસાદ વરસ્યો

(​માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩ :- તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તરફથી મળેલા અહેવાલ મુજબ, તા. ૦૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

 

​છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ૩૫ મીમી નોંધાયો હતો, જ્યારે સોનગઢ તાલુકામાં ૩૩ મીમી અને વાલોડ તાલુકામાં પણ ૩૩ મીમી વરસાદ થયો છે. આ ઉપરાંત વ્યારા તાલુકામાં ૨૧ મીમી, ઉચ્છલ તાલુકામાં ૯ મીમી અને નિઝર તાલુકામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો.

 

​સમગ્ર તાપી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૦.૧૩ મીમી વરસાદ નોંધાયો છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *