નિઝરમાં નોંધાયેલ સ્ફોટક પદાર્થના ગુનાનાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી/પેરોલ ફર્લો સ્કોડ તાપી

0
નિઝર પોલીસ સ્ટેશનના સ્ફોટક પદાર્થના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી/પેરોલ ફર્લો સ્કોડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. આજરોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી. તાપીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઈ એલસીબી તાપી તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ બાતમીદારો રોકી ગુનાઓ ઉકેલવાની તજમીજમાં રહી અને આજરોજ પોલીસ માણસો સાથે નિઝર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ. જયેશભાઈ લીલકીયાભાઈ, રવિન્દ્રભાઈ મોહનભાઈ તથા મેહુલકુમાર અરવિંદભાઈ ને મળેલ સંયુક્ત બાતમીના આધારે વાંકા ગામે વાંકા ચાર રસ્તા પાસેથી નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સ્ફોટક પદાર્થના ગુનામાં સંડોવાયેલ અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભંવર નાના જાટ ઉંમર વર્ષ 56 હાલ રહે. નિઝર તા. નિઝર જિ. તાપી મૂળ રહેવાસી સૌપુરા ગામ મંદિરની બાજુમાં પોસ્ટ અકોલા તા. કોટડી જી. ભીલવાડા (રાજસ્થાન)ને તારીખ 16/11/2026 ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ:

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.જી. રાવલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઈ લીલકીયાભાઈ એલ.સી.બી. તાપી તથા રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદભાઈ ચેમાભાઈ અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઈ, અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ તથા અ.પો.કો. મેહુલકુમાર અરવિંદભાઈએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *