કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો

0
કરંજ ખાતે ૧૨ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૬ ભારત સરકારનાં આયુષ મંત્રાલય તથા શિક્ષા મંત્રાલયનાં પરિપત્ર અન્વયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કરંજ પ્રાથમિક શાળા ખાતે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” થીમ સાથે કરવામાં આવી હતી. શાળાનાં પ્રાંગણમાં સવારે આયોજિત આ સામૂહિક યોગ સત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શાળાનાં આચાર્યા મિનાક્ષીબેન પટેલ તથા ઉપશિક્ષક નિલેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ કોમન યોગા પ્રોટોકોલ (CYP) મુજબ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ યોગ પ્રત્યે જાગૃતિ કેળવાય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાય તથા એકાગ્રતા અને શિસ્તમાં વધારો થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં આચાર્યાએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *