ચાંપાવાડી ગામે એકસીડન્ટ કરી નાશી ગયેલ આરોપીને પકડી પાડતી કાકરાપાર પોલીસ

0
ચાંપાવાડી ગામે એકસીડન્ટ કરી નાશી ગયેલ આરોપીને પકડી પાડતી કાકરાપાર પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭.  ચાંપાવાડી ગામની સીમમાં, ચાપાવાડી-વાસકુઇ રોડ ઉપર ફેટલ એક્સીડંટ કરી અજાણ્યો વાહન ચાલક નાશી ગયેલ હતો. જે અનુસંધાને શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ કાકરાપાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ફોર્સ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ વાહન ચેકીંગ આધારે એન.વી. ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર, તથા આ.હે.કો. કમલેશભાઇ તુલસીરામભાઇ તથા અ.હે.કો. ચુનીલાલ બાલુભાઇ તથા અ.પો.કો. હીરેનભાઇ શૈલેશભાઇ તથા અ.પો.કો. કલ્પેશભાઇ ભાવસીંગભાઇ તથા પો.કો. સતીષભાઇ કાંતીલાલભાઇએ ડુંગર ગામ ચાર રસ્તા ખાતેથી ઉપરોક્ત ફેટલ એકસીડન્ટ કરનાર બોલેરો પીકપ રજી નં.GJ-26-T-7629 ના ચાલક ઉમેશભાઇ મહેંદ્રભાઇ ગામીત ઉ.વ-૨૧, રહેવાસી-વાસંકુઇ ગામ, સીમાડા ફળીયુ તા.વ્યારા જિ.તાપીને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશન જિ-તાપી તથા એન.વી. ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર, તથા અ.હે.કો. કિરણભાઇ ચિમનભાઇ તથા આ.હે.કો. કમલેશભાઇ તુલસીરામભાઇ તથા અ.હે.કો. ચુનીલાલ બાલુભાઇ તથા પો.કો. હીરેનભાઇ શૈલેશભાઇ, અ.પો.કો. કલ્પેશભાઇ ભાવસીંગભાઇ તથા અ.પો.કો. સતીષભાઇ કાંતીલાલભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *