નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે કે.કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારાની દીકરીઓ સાથે ગોષ્ઠી કરી

‘એક પેડ મા કે નામ’ થીમ હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- તાપી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના નાણા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે વ્યારા સ્થિત શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલયની મુલાકાત દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં, પણ પર્યાવરણ અને સંસ્કારના જતનનો એક સુંદર પ્રેરણાદાયી માહોલ સર્જ્યો હતો.
મંત્રીશ્રીએ શાળા પરિસરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ થીમ હેઠળ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે જ તેમણે ઉપસ્થિત સૌને પ્રકૃતિના જતન માટે છોડ વાવવાની અને તેની માવજત કરવાની અપીલ કરી હતી.
વૃક્ષારોપણ બાદ નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ખૂબ જ સહજતાથી શાળાની દીકરીઓ વચ્ચે જઈને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ દીકરીઓ સાથે એક વાલીની જેમ વાતચીત કરતા તેમના અભ્યાસ, કારકિર્દીના લક્ષ્યો અને શાળાની સુવિધાઓ વિશે વિગતો જાણી હતી.
આ આત્મીય સંવાદ દરમિયાન મંત્રીશ્રીએ દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, દીકરીઓ ભણી-ગણીને આગળ વધે અને દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે તે જ સાચો વિકાસ છે. મંત્રીશ્રીના આ સરળ અને લાગણીસભર અભિગમે કન્યા વિદ્યાલયની દીકરીઓમાં એક નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ મુલાકાત શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ માટે યાદગાર બની રહી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
