સી.ઓ.ઈ. કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ ખાતે હેન્ડસ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન બેઝીક ઓફ ડી.એન.એ. ટેકનીકસ વિષય ઉપર ત્રણ દિવસીય કાર્યશાળા

0
કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ ખાતેત્રણ દિવસીય કાર્યશાળા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ ખાતે “HANDS – ON TRAINING PROGRAMME ON BASICS OF DNA TECHNIQUES” ત્રણ દિવસીય કાર્યશાળાનો પ્રારંભ

સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા “HANDS – ON TRAINING PROGRAMME ON BASICS OF DNA TECHNIQUES” વિષય પર ત્રણ દિવસીય કાર્યશાળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં વિવિધ સંસ્થાઓના કુલ 20 જેટલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ભાગ લીધો છે.

કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. પરેશ રાઠોડ, નોડલ ઑફિસર, સીબા; ડૉ. હરેશ જી. સોલંકી, આચાર્યશ્રી, કોલેજ ઑફ ફિશરીઝ, નવસારી; ડૉ. હિતેન્દ્ર પરમાર, પ્રોફેસર; તેમજ ડૉ. જેસિંગ વાંઝા, એસોસિયેટ પ્રોફેસર, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આધુનિક બાયોટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યશાળાનો મુખ્ય ઉદેશ એક્વાકલ્ચર ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુણવત્તાસભર સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યશાળા દરમિયાન ડીએનએ એક્સટ્રેક્શન, ડીએનએ ક્વોન્ટિફિકેશન, પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR), એગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તેમજ અન્ય મૂળભૂત મોલેક્યુલર તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓને થિયરી સાથે પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે.

કાર્યશાળામાં વિષય નિષ્ણાતો તરીકે ડૉ. ભરત કંડોરિયા, ડૉ. કિરણ મોદી, ડૉ. ક્રિના પટેલ અને ડૉ. ફોરમ વાળા, ડીગનટી ટંડેલ, કાર્તુ સંજના, દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. તેમના અનુભવો અને વૈજ્ઞાનિક જ્ઞાનના સાનિધ્યમાં ભાગ લેનારાઓને મોલેક્યુલર બાયોલોજી અને બાયોટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને વ્યવહારુ રીતે સમજવાની તક મળશે.

આ ત્રણ દિવસીય કાર્યશાળા વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તથા ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે તેમની ક્ષમતાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *