વાલોડ તાલુકામાં ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી નિપુણા એમ. તોરવણેની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો : ૨૯૭ વિદ્યાર્થીઓને મળ્યો શૈક્ષણિક પ્રવેશ

0
વાલોડ તાલુકામાં ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી નિપુણા એમ. તોરવણેની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો : ૨૯૭ વિદ્યાર્થીઓને મળ્યો શૈક્ષણિક પ્રવેશ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- વાલોડ તાલુકા ખાતે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ અંતર્ગત ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રીમતી નિપુણા એમ. તોરવણે શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે વાલોડ તાલુકાની ગ્રામશાળા પ્રાથમિક શાળા, ઉ.બુ. વેડછી અને સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિતિ નોંધાવીને ૨૯૭ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

 

શ્રીમતી તોરવણેએ શાળાના શૈક્ષણિક વાતાવરણ, વિવિધ સુવિધાઓ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ સાધી અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધાર્યો હતો તેમજ શિક્ષકો અને શાળા પરિવારને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રેરણા આપી હતી.

 

કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલક મંડળ તથા એસ.એમ.સી. (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણની ગુણવત્તામાં વધારો અને શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.

 

અંતમાં, શ્રીમતી નિપુણા એમ. તોરવણેના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *